શાળા મુલાકાત
શિક્ષકોનું ગૌરવરૂપ ઉદાહરણ
છબાપુરા પ્રાથમિક શાળા, સી.આર.સી. તરખંડા તા હાલોલની ધોરણ -૨ માં
અભ્યાસ કરતી પરમાર જ્યોતિકાબેન પર્વતસિંહ પરમાર ના પિતા અકાળે મૃત્યું પામ્યા અને
તેની માતા મૂક્બધિર હોવાના કારણે તેમને રોજગારી ની તકલીફ પડવા માંડી અને બાળાનો
અભ્યાસ છૂટી જવાના આરે હતો ત્યારે શાળાના આચાર્યશ્રી તથા આ.શિ.દ્રારા આ બાળાને
દત્તક લેવામાં આવી અને તેનો અભ્યાસ ચાલુ રહે તે માટે આ બાળાનો ધોરણ ૧ થી ૫ સુધી નો
અભ્યાસ ખર્ચ (તમામ સ્ટેશનરી ) ,કપડાં અને અને પ્રવાસ ( સાથે સગા સંબંધી ને ત્યાં આવવા-જવાના ખર્ચ ) જેવો
તમામ ખર્ચની જવાબદારી શાળાના શિક્ષકોએ
ઉઠાવી છે. અને કન્યા કેળવણી અને RTE ના ધ્યેયો સિદ્ધ કરવા માટે પોતાનો ફાળો આપ્યો તે પ્રશંસનીય અને ઉદાહરણરૂપ છે.અને જે આપણા સૌના માટે ગૌરવ સમાન છે.
છબાપુરા પ્રાથમિક શાળામાં ગામ લોક સહયોગ દ્રારા શાળાના બાળકોને ૫૧ થાળી,૫૧ વાટકી,અને ૩૦ પ્યાલા ની ભેટ આપવામાં આવી, જે પ્રશંસનીય ઉદાહરણ રૂપ છે.
No comments:
Post a Comment