Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

Saturday, 14 December 2013

સરદાર બાળમેળો તા-૧૩-૧૨-૨૦૧૩

              ભારતની અખંડિતતા અને એકતા જાળવનાર અને દેશને એકજૂથ કરનાર સરદાર વલ્લભભાઇ પટેલની યાદમાં અને સરદાર સરોવર ખાતે  ઊભું કરવામાં આવનાર 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' ના અન્વયે    RUN FOR UNITY કાર્યક્રમ અંતર્ગત શાળા કક્ષાએ તા. ૧૨ મી ડિસેમ્બર થી ૧૪ મી ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. તે અનુસંધાને  હાલોલ તાલુકાની તરખંડા પ્રાથમિક શાળામાં સરદાર પટેલના માનમાં શિક્ષકો દ્વારા બાળકોને તૈયાર કરી કાર્યક્રમને સફળ બનાવવાના પ્રયત્નો  કરવામાં આવ્યા. 
             કાર્યક્રમની સૂચિ 
  તા. ૧૨ મે ડિસેમ્બરના રોજ નિબંધ લેખન સ્પર્ધા   તા. ૧૩ મી ડીસેમ્બરના રોજ વક્તૃત્વ સ્પર્ધા
  તા. ૧૪ મી ડિસેમ્બરના રોજ એક ક્વિઝ સ્પર્ધા


           આ ઉપરાંત તા-૧૩-૧૨-૨૦૧૩ ના રોજ  GCERT  ગાંધીનગર અને DIET  સંતરામપુર પ્રેરિત  સરદાર બાળમેળાનું આયોજન  કરવામાં આવ્યું. તેમાં ધોરણ ૧ થી ૫ ના બાળકો માટે ચીટક કામ, કાગળકામ, રંગ પૂરણી, ચિત્ર સ્પર્ધા, માટીકામ વગેરેનું આયોજન કરવામાં આવ્યું.  

       
     
        ધોરણ ૬ થી ૮ માટે કૂકર ખોલવું, પ્રાથમિક સારવાર, પંક્ચર બનાવવું, નિબંધ લેખન, જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું. જેમાં તામામ બાળકોએ હોંશભેર બાળકોએ ભાગ લીધો.અને વિવિધ સ્પર્ધાઓમાં ઉત્તમ દેખાવ બદલ ઇનામ આપી અને ભાગ લેનાર તમામને પ્રોત્સાહક ઇનામ પ્રોત્સાહિત કરવામાં આવ્યા.



PHOTOGRAPHY-MANISHA S JADAV
ASSI.TEACHER
PRIMARY SCHOOL,TARKHANDA

No comments: