Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

Tuesday 26 February 2013

શાળા મુલાકાત

કાશીપુરા પ્રા.શાળા
સી.આર.સી.તરખંડા
વાર્ષિક શાળા આરોગ્ય ચકાસણી
સી.આર.સી.તરખંડા
શાળા SMC તાલીમ વર્ગની મુલાકાત
ત્રિકમપુરા પ્રા.શાળા
સી.આર.સી.તરખંડા
સી.આર.સી.તરખંડા

સી.આર.સી.તરખંડા
અભેટવા પ્રાથમિક શાળા વાલી સંમેલન 
તા-૨૬/૦૨/૨૦૧૩
સમય-૨;૦૦ થી ૫;૦૦
સી.આર.સી.તરખંડા
આજરોજ અભેટવા પ્રા.શાળામાં વાલી સંમેલનની મુલાકાત લીધી,જેનોઅહેવાલ સારાંશ પ્રસ્તુત કરુ છું
 ૬૫ થી ૭૦ ગ્રામજનોની હાજરી અને એમાંય વધુ પડતી તો બહેનો હતી. આટલી વિશાળ હાજરી જોઇને જ ગ્રામજનોનો ઉત્સાહ અને શિક્ષક મિત્રોની મહેનત દેખાઇ આવતી હતી, જાહેર સંમેલનનો આ મારો પહેલો અનુભવ હતો. તેથી આચાર્ય શ્રી ગુણવંતભાઇ પટેલ ના આમંત્રણ બદલ હું આભાર માનું છું
   સંમેલનના સફળ સંચાલન માટે પહેલેથી આયોજન કરી કામગીરીની વહેંચણી કરી હતી તેમજ ચા-નાસ્તાનું આયોજન પણ કરેલ હતું
સંમેલનમાં ચર્ચાયેલ મુદ્દા
  • કન્યાકેળવણી અને દીકરીઓનું મહત્વ:-  આ મુદ્દા પરા ચર્ચા થતાં  ઇન્દુમતીબેનના વક્તવ્ય પર ઉપસ્થિત માતાઓની આંખમાંથી આંસુ આવી ગયા હતા.
  • બાળકની માગણી અને લાગણી
  • શાળાની ભૌતિક સુવિધા
  • વાલીની ફરજો
  • શિક્ષક-વાલી સંબંધ
  • શાળા તત્પરતાની પ્રવૃતિ
  • શાળાના પ્રશ્નો

Thursday 21 February 2013

સ્થાનિક ઉદ્યોગની મુલાકાત

સામાજિક વિજ્ઞાન શિક્ષણ અંતર્ગત સ્થાનિક ઉદ્યોગની મુલાકાત
તરખંડા પ્રાથમિક શાળા
મુલાકાતનું સ્થળ
જય નારાયણ પાપડ ફેક્ટરી
નવી નગરી
તરખંડા
હાલોલ










એક્ષ્પ્લોઝર વિઝિટ

 સી.આર.સી- તરખંડા 
તા-હાલોલ જી- પંચમહાલ

 તારીખ ૨૦-૦૨-૨૦૧૩ 

વિરાસત વન જેપુરા,હાલો 

શ્રી કેદારનાથ મહાદેવ, 
ધાબા ડુંગરી,હાલોલ 


સી.આર.સી. તરખંડા




Sunday 10 February 2013

Saturday 9 February 2013

છબાપુરા પ્રાથમિક શાળા

શાળા મુલાકાત
    
 
શિક્ષકોનું ગૌરવરૂપ ઉદાહરણ

   છબાપુરા પ્રાથમિક શાળા, સી.આર.સી. તરખંડા તા હાલોલની ધોરણ -૨ માં અભ્યાસ કરતી પરમાર જ્યોતિકાબેન પર્વતસિંહ પરમાર ના પિતા અકાળે મૃત્યું પામ્યા અને તેની માતા મૂક્બધિર હોવાના કારણે તેમને રોજગારી ની તકલીફ પડવા માંડી અને બાળાનો અભ્યાસ છૂટી જવાના આરે હતો ત્યારે શાળાના આચાર્યશ્રી તથા આ.શિ.દ્રારા આ બાળાને દત્તક લેવામાં આવી અને તેનો અભ્યાસ ચાલુ રહે તે માટે આ બાળાનો ધોરણ ૧ થી ૫ સુધી નો અભ્યાસ ખર્ચ (તમામ સ્ટેશનરી ) ,કપડાં  અને અને પ્રવાસ ( સાથે  સગા સંબંધી ને ત્યાં આવવા-જવાના ખર્ચ ) જેવો તમામ ખર્ચની  જવાબદારી શાળાના શિક્ષકોએ ઉઠાવી છે. અને કન્યા કેળવણી અને RTE  ના ધ્યેયો સિદ્ધ કરવા માટે પોતાનો ફાળો આપ્યો તે પ્રશંસનીય અને ઉદાહરણરૂપ  છે.અને જે આપણા સૌના માટે ગૌરવ સમાન છે.
       છબાપુરા પ્રાથમિક શાળામાં ગામ લોક સહયોગ દ્રારા શાળાના બાળકોને ૫૧ થાળી,૫૧ વાટકી,અને ૩૦ પ્યાલા ની ભેટ આપવામાં આવી, જે પ્રશંસનીય ઉદાહરણ રૂપ છે. 

અભેટવા પ્રા.શાળા


અભેટવા પ્રાથમિક શાળા
સી.આર.સી-તરખંડા, તા હાલોલ જી.-પંચમહાલ
શાળા મુલાકાત
અભેટવા પ્રા.શાળા. crc તરખંડા
 

  • રસપ્રદ પ્રાર્થના સંમેલન
  • પ્રવૃતિ ( ગુરૂવાણી )
  • રસપ્રદ વાર્તાકથન શાળાના આ.શિ.શ્રીમતિ હંસાબેન સિક્લિગર દ્વ્રારા 
  • આજનું ગુલાબ માટેનું ગીત શાળાના આ.શિ. શ્રીમતિ ઇન્દુમતીબેન પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યું.

"આજના ગુલાબને ઊભા રે કરીએ,
ઊભા કરી,ભેગા મળી સન્માન કરીએ.
તમે પણ રોજ આવા ગુલાબ બની,
ભેગા મળી સાથે મળી નિશાળે આવજો."