navaraatree-2013
તા-૧૧-૧૦-૨૦૧૩ ના રોજ તરખંડા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત ગરબા આયોજીત કરવામાં આવ્યા. જેમાં ગામના યુવાનોની મદદથી ગામની ભાગોળે આવેલા મંદિર ના ચોકમાં ગરબા રમાડવામાં આવ્યા. બાળકોએ આકર્ષક વેષભૂષા સાથે મના મૂકીને ગરબાનો લ્હાવો લીધો.તથા ગરબામાં ભાગ લીધેલ તમામ બાળકોને આ.શિ. શ્રી મહિપતસિંહ તરફથી શૈક્ષણિક વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવી તેમજ ગરબામાં આકર્ષક વેષભૂષા અને સુંદર ગરબા રમતા પ્રાયમરી તેમજ અપર પ્રાયમરીના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને સી.આર.સી. કૉ.ઓ. દ્વારા ઇનામ આપવામાં આવ્યા.
આકર્ષક વેશમાં ગરબા રમતી બાળાઓ |
પ્રથમ ક્રમે
પ્રાયમરી વિભાગ-- ૧.મનોજસિંહ જયેંદ્રસિંહ ચાવડા ધોરણ-૫
૨.પરમાર પ્રેરણાબેન વિજયસિંહ ધોરણ-૪
ઉચ્ચતર પ્રાથમિક-- ૧.ચાવડા વંદનાબેન સુલતાનસિંહ ધોરણ-૮
No comments:
Post a Comment