Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

Monday, 14 October 2013

નવરાત્રી મહોત્સવ-૨૦૧૩ તરખંડા પ્રાથમિક શાળા

      navaraatree-2013

tarkhanda navaratri-2013
tarakhanda primary school navaratri-2013
તા-૧૧-૧૦-૨૦૧૩ ના રોજ તરખંડા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ-૨૦૧૩ અંતર્ગત ગરબા આયોજીત કરવામાં આવ્યા. જેમાં ગામના યુવાનોની મદદથી ગામની ભાગોળે આવેલા મંદિર ના ચોકમાં ગરબા રમાડવામાં આવ્યા. બાળકોએ આકર્ષક વેષભૂષા સાથે મના મૂકીને ગરબાનો લ્હાવો લીધો.તથા ગરબામાં ભાગ લીધેલ તમામ બાળકોને આ.શિ. શ્રી મહિપતસિંહ તરફથી શૈક્ષણિક વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવી તેમજ ગરબામાં આકર્ષક વેષભૂષા અને સુંદર ગરબા રમતા પ્રાયમરી તેમજ અપર પ્રાયમરીના  વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને સી.આર.સી. કૉ.ઓ. દ્વારા ઇનામ આપવામાં આવ્યા.
આકર્ષક વેશમાં ગરબા રમતી બાળાઓ
પ્રથમ ક્રમે
પ્રાયમરી વિભાગ--  ૧.મનોજસિંહ જયેંદ્રસિંહ ચાવડા           ધોરણ-૫
                                   ૨.પરમાર પ્રેરણાબેન વિજયસિંહ         ધોરણ-૪
ઉચ્ચતર પ્રાથમિક-- ૧.ચાવડા વંદનાબેન સુલતાનસિંહ       ધોરણ-૮
                            ૨.ચાવડા નિર્મલસિંહ વિજયસિંહ          ધોરણ-૭



ગરબાનો આનંદ
                                                                                      photography by
Manisha s jadav
as.teacher