Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

Friday 13 July 2012

બ્લોક કક્ષાની ત્રણ દિવસીય તાલીમ,તા-૧૨/૦૭/૨૦૧૨


                                                                     અહેવાલ                                          
                                                                  તા-૧૨/૦૭/૨૦૧૨

બ્લોક કક્ષાની ત્રણ દિવસીય તાલીમ
       સ્થળ :   તરખંડા                                                                                      વિષય : (ભાષાઓ)






 અત્રેની તરખંડા પ્રા.શાળામાં બ્લોક કક્ષાની ત્રણ દિવસીય તાલીમ (ભાષાઓ  ધો-૬ થી ૮)  જે SSA (પંચમહાલ) અંતર્ગત  તા:૧૨,૧૩ અને ૧૪ જુલાઇ સુધી યોજવામાં આવેલ છે.જેમાં તારીખ ૧૨/૦૭/૨૦૧૨ ને ગુરૂવારના રોજ સર્વે શિક્ષક ગણ ૧૦;૩૦  કલાકે હાજર થઇ  પ્રાર્થના ખંડમાં સી.આર.સી. કૉ.ઑર્ડીનેર્ટરના અધ્યક્ષપણા હેઠળ  ધ્યાન અને યોગાભ્યાસ કરવામાં આવ્યો.
          ત્યારબાદ BISAG દ્વ્રારા  ON AIR પ્રાર્થના કરી .તાલીમની વિધિવત શરૂઆત થ ઇ હતી. જેમાં ૧૧;૧૫  થી ૧૨;૦૦ સુધી  હિન્દી વિષયના તજજ્ઞ શ્રી પ્રકાશ સોની દ્વ્રારા હિન્દી સમજ 

 પત્રની માહિતી આપવામાં આવી. ત્યારબાદ ૧૨;૦૦ થી ૧૨;૩૦ દરમ્યાન રેવાભાઇ પ્રજાપતિ દ્વ્રારા પાઠ્યપુસ્તક અને શિક્ષક આવૃતિની  વિસ્તારથી સમજ મેળવેલ . ત્યારબાદ  સૌ તાલીમાર્થીઓએ BISAG દ્વ્રારા પ્રસારિત કરવામાં આવેલ દાર્શનિક પાઠને આત્મસાત કરેલ . ત્યારબાદ ડૉ. જોષી દ્વ્રારા અધ્યયન અધ્યાપન પ્રક્રિયા વિશે વિગતવાર માહિતી મેળવેલ ત્યારબાદ ૩૦ મિનિટનો વિરામ લઇ  સૌ તાલીમાર્થી મિત્રો તાલીમ વર્ગમાં પરત ફરી સંસ્કૃત વિષય પરત્વે   અધ્યયન અધ્યાપન શા માટે? 





અને કઇ રીતે? જેવી બાબત પર ઝીણવટ ભરી માહિતી મેળવેલ. ત્યારબાદ સંસ્કૃત વિષયના વ્યાવહારિક વ્યાકરણ  તથા સંસ્કૃત  પાઠ આયોજનનો તલસ્પર્ષી અનુભવ મેળવેલ.  અને ત્યારબાદ તાલીમના અંતિમ ચરણમાં એટલે કે સાંજે ૧૬;૩૦  થી ૧૭;૦૦ કલાક દરમ્યાન રાજ્યના અનેક જીલ્લા અને તાલુકાના શિક્ષક ગણ દ્વ્રારા પૂછવામાં આવેલ પ્રશ્નો  અને ત્યારબાદ સ્ટુડીઓમાં રહેલ તજજ્ઞમિત્રો દ્વ્રારા હિન્દી અને સંસ્કૃત વિષયના ઉત્તરોનો આસ્વાદ માણ્યો હતો.અને અંતે રાષ્ટ્ર ગીત ગાઇ સૌ તાલીમાર્થી શિક્ષકમિત્રો  છુટા પડ્યા હતા.    


તા-૧૪/૦૭/૨૦૧૨ 


બી.આર.સી. કૉ.ઑર્ડીનેટર,હાલોલ 
તથા જીલ્લા પ્રો.ઓફીસર, SSA ની મુલાકાત



photography 
kiran chavada

No comments: