Test Footer

તરખંડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "માણસ રૂપથી નહિ પરંતુ કર્મથી ઓળખાય છે.પરિવર્તન એ જ જીવન છે. વાંસળીને વાગતાં પહેલા વીંધાવું પડે છે. અસભ્યતા એક પ્રકારની હિંસા જ છે. ક્રોધ એ શક્તિ નથી શક્તિનો બગાડ છે. સ્વાર્થી માણસ સિકંદર બની શકે છે,સમંદર નહિ. ભૂલ કરે તે માનવ,કબૂલ કરે તે દેવ, અને સુધારે તે દેવાધિ દેવ. જે જ્ઞાન આચરણમાં ઉતર્યુ નથી તે ભાર રૂપ છે.

Thursday, 24 January 2013

એલ.ઇ.પી. પ્રવૃતિ







એલ.ઇ.પી. પ્રવૃતિ તરખંડા પ્રાથમિક શાળા






















Tuesday, 8 January 2013

રમતોત્સવ ૨૦૧૨-૧૩



વાર્ષિકરમતોત્સવ-૨૦૧૨-૧૩
સી.આર.સી.- તરખંડા
તા:-૮-૧-૨૦૧૩
સ્થળ:- શ્રી નારાયણ હાઇસ્કૂલ ,  તરખંડા
ભાગ લેનાર શાળાઓ :- તરખંડા,ઇંટવાડી,અભેટવા,ત્રિકમપુરા, શામળદેવીની મુવાડી,છબાપુરા, નવા ઝાંખરીયા, જુના ઝાંખરીયા, કાશીપુરા, ગમીરપુરા, ગઢમહુડા, નવી નગરી,


-------વિજેતાઓની યાદી-------

ક્રમ
રમત
શિક્ષક/વિદ્યાર્થી
નામ
શાળાનું નામ
૧૦૦ મી દોડ
કુમાર
નાયક શૈલેષકુમાર નરવતભાઇ
ત્રિકમપુરા


કન્યા
રાઠોડ નીરૂબેન વિક્રમસિંહ
નવા ઝાંખરીયા


શિક્ષક
ભટ્ટ વર્ષાબેન લાભશંકર
અભેટવા
ગોળાફેંક
કુમાર
પરમાર નિલેશકુમાર છત્રસિંહ
અભેટવા


કન્યા
જાદવ જલ્પાબેન કિરણસિંહ
તરખંડા


શિક્ષક
પટેલ કિરણકુમાર હીરાભાઇ
છબાપુરા
લાંબી કૂદ
કુમાર
રાઠવા જગદીશભાઇ જનાભાઇ
અભેટવા


કન્યા
પરમાર નીલમબેન દશરથભાઇ
અભેટવા


શિક્ષક
ઝાલા મેહુલસિંહ નારણસિંહ
જુના ઝાંખરીયા
આસનો
કુમાર
ચારણ રાજદીપ લાલાભાઇ
ઇંટવાડી


કન્યા
બારીઆ રિધ્ધિબન દિલીપસિંહ
જુના ઝાંખરીયા


શિક્ષક
પ્રજાપતિ હરેશકુમાર રમેશચંદ્ર
જુના ઝાંખરીયા
કબડ્ડી
કુમાર
તરખંડા પ્રા.શાળા
તરખંડા
ખો-ખો
કુમાર
નવા ઝાંખરીયા પ્રા.શાળા
નવા ઝાંખરીયા


કન્યા
નવા ઝાંખરીયા પ્રા.શાળા
નવા ઝાંખરીયા























------------ video--------------








Saturday, 5 January 2013






ગૅસ બર્નર
       વિજ્ઞાન વિષય એટલે પ્રવૃતિનો વિષય.જેમાં દરેક એકમમાં પ્રયોગ કરવાની જરૂર પડે છે. અને જ્યારે પ્રયોગ દરમિયાન ગરમીની જરૂર પડે ત્યારે આપણને મુશ્કેલી પડે છે.
       શાળા લૅબોરેટરીમાં આપણને  સ્પિરિટ લૅમ્પ અને મીણબત્તી ફાળવેલ છે.જેનાથી જોઇએ તેટલી ગરમી પેદા થતી નથી. પ્રયોગની કોઇ વસ્તુ કે પદાર્થ ગરમ થાય તે પહેલા તાસ પુરો થઇ જાય. હા, અમુક શાળાઓમાં ગૅસ બોટલ ફાળવેલ છે. પરંતુ તેને ભરાવવાની  તકલીફ પડે છે. આ માટે અમારી શાળામાં નજીવા ખર્ચે તૈયાર કરેલ ગૅસ બર્નર બનાવવામાં આવ્યુ છે. જે સહેલાઇથી તૈયાર થઇ જાય છે અને ચલાવવામાં  પણ સરળ છે. ચાલો વિગતે જોઇએ.
  • સાધન સામગ્રી:-બાઇક કે ઑટો રિક્ષાની જુની ટ્યુબ, દવાખાનાની બૉટલ અને પાઇપ, રબરની  પાઇપ, હવા પુરવાનો પંપ, ગૅસ બર્નર, પ્લાસ્ટિકની બે બૉટલ, રબરના બે કાણા વાળા  બૂચ,
  • પદાર્થો:- પાણી, પેટ્રોલ( ૨૦૦ થી ૨૫૦ મિલી )
  • બનાવવાની રીત:- સૌ પ્રથમ જુની ( ચાલુ ) ટ્યુબને બીજો વાલ્વ બાનાવવાની જરૂર પડે છે જેનાથી આપણે એક બાજુથી પંપ વળે હવા ભરી શકીએ અને બીજી બાજુથી હવા પાઇપ મારફતે બર્નર સુધી જઇ શકે. બેજા વાલ્વને દવાની પાઇપ મારફતે જોડવામાં આવે છે. જોડાણ માટે સાંધામાથી હવા લિક ન થાય તે માટે રબરની પેટ્રોલ પાઇપ નો જોડાણ માટે ઉપયોગ કરવો. .( પાઇપ વાળા વાલ્વને સહેજ ઢીલો રાખવામાં આવે છે જેનાથી હવા પેટ્રોલમાં આવી શકે. વાલ્વ ઉપર પાઇપ જેટલી પહોળાઇના મોં વાળી નિપલ લગાવી શકાય છે. )  પાઇપની લંબાઇ જરૂર પુરતી રાખી તેનો બીજો છેડો પેટ્રોલ (૨૦૦ મિલી ) ભરેલ પ્લાસ્ટિક બૉટલ (સોડાની  ૧ લિ.) માં બે કાણાવાળા બૂચમાંથી પસાર કરી નાખો, તેનો બીજો છેડો પેટ્રોલમાં ડુબી રહેવો જરૂરી છે. જેનાથી ટ્યુબમાંથી હવા આવતાં પરપોટા વળે છે અને પેટ્રોલમાંથી ગૅસ ઉત્પન્ન થાય છે. પરંતુ આનો સીધો ઉપયોગકરવો જોખમકારક છે. હવે બૉટલમાં મારેલ બુચના બીજા કાણા માંથી બીજી પાઇપ પસાર કરો જે  પેટ્રોલ વાળી પાઇપમાં ડુબેલી ન રહેતાં ઉપર રહે જેનાથી ઉત્પન્ન થતો ગૅસ પાણી વાળી બૉટલમાં આવી શકે.હવે આ બીજી પાઇપને બે કાણા વાળા બીજા બુચમાંથી પસાર કરો અને બીજો છેડો પાણીમાં ડુબેલો રહે તેટલો લાંબો  રાખો. ( પાણી અડધાથી ઉપર( પોણા ભાગનું) સુધી ભરવું)  હવે બુચના બીજા કાણામાંથી બીજી પાઇપ પસાર કરો જે બૉટલમાં ડુબેલી  ન રહેતાં થોડી ઉપર રહે.  જેથી પેટ્રોલમાંથી આવતો ગૅસ પાણી માં પસાર થઇ બર્નર સુધી આવી શકે. હવે પાઇપનો બીજો છેડો બર્નરમાં આપો. જોઇન્ટ માટે રબરની પાઇપનો ઉપયોગ કરો જેથી ગૅસ લિક ન થાય. હવે આપણો ગૅસ તૈયાર.
  • કાર્ય પ્રણાલી :-સૌ પ્રથમ પંપની મદદથી ટ્યુબમાં હવા ભરવામાં આવે છે. જે હવા બીજા વાલ્વ મારફતે પેટ્રોલ વાળી બૉટલમાં દાખલ થાય છે.  પાઇપ ડુબેલી હોવાના કારણે તેમાં પરપોટા ઉત્પન્ન થાય છે જે ગૅસ છે. તે સહેજ ઉપર રહેલી પાઇપ મારફતે બુચના બીજા કાણામાંથી પસાર થઇ પાણી ભરેલી બૉટલમાં આવે છે. જેનો છેડો પાણીમાં ડુબલો છે.  અહી ગૅસના પરપોટા દેખાય છે.  જે સહેજ ઉપર રાખેલી બીજી પાઇપ મારફતે બુચના બીજા કાણામાંથી બર્નર સુધી પહોંચે છે જેને આપણે દિવાસળીની મદદથી સળગાવવાથી તે ભૂરી ( ઑક્સિડાઇઝ્ડ ) જ્યોતથી  સળગે છે.અને વધુ ગરમી મેળવી શકાય છે.
  • કાળજી ;‌ - દવાની પાઇપમાં આવતું કંટ્રોલર ટ્યુબમાંથી  પેટ્રોલ બૉટલમાં આવતી પાઇપમાં રાખવું જેનાથી હવાને કંટ્રોલ કરી શકાય, બર્નર બાજુ રાખવું નહી. નહી તો ટ્યુબમાંથી હવા આવતી જશે અને પેટ્રોલનો ગૅસ બનતો જશે અને જે બૉટલમાં  વધુ ભરાતાં બૉટલ ફાટી શકે છે. એટલે કંટ્રોલરની મદદથી જરૂર પૂરતી હવા જ પેટ્રોલ વાળી બૉટલમાં દાખલ કરવી. પ્રયોગ પૂર્ણ થયા બાદ પાઇપ અને પાણીવાળી બૉટલમાં રહેલો ગૅસ પૂરેપૂરો સળગી જવા દેવો. ટ્યુબમાં જરૂર પૂરતી હવા પૂરતા રહેવું.

અંદાજિત ખર્ચ :- હવા પૂરવાનો પંપ (ચાઇનીજ)              ૧૫૦ રૂ.
                  ટ્યુબને વાલ્વ બનાવવાનો ખર્ચ            ૨૦ થી ૪૦ રૂ
                  ગૅસ બર્નર                                   ૧૫૦ રૂ..